અલકાયદાની ધમકી:દિલ્હી, મુંબઈ, યુપી, ગુજરાતમાં આત્મઘાતી હુમલા કરશે
WND Network Delhi : મોહમ્મદ પયગંબર સાહેબ પર ટિપ્પણીના મામલે આતંકી સંગઠન અલકાયદા એ પણ સમગ્ર વિવાદમાં ઝંપલાવ્યું છે. અલકાયદાના 'ઇન ધ સબકોન્ટિનેન્ટ (AQIS)'એ ભારતને ધમકી આપતો પત્ર વાયરલ કર્યો છે. આ પત્રમાં દિલ્હી, મુંબઈ, યુપી અને ગુજરાતમાં આત્મઘાતી હુમલાની ધમકી આપવામાં આવી છે. આ પત્ર પર તારીખ 6 જૂન, 2022 છે. આ પત્ર સોશિયલ મીડિયામાં વાઇરલ થયા બાદ પોલીસ સહીત ઇન્ટેલિજન્સ એજન્સીઓ પણ હરકતમાં આવી ગઈ છે. આતંકી સંગઠન અલકાયદાએ ધમકી આપતા પત્રમાં કહ્યું છે કે, થોડા દિવસો પહેલાં એક હિંદુત્વ પ્રચારકે ટીવીની ચર્ચા દરમિયાન ઈસ્લામનું અપમાન કર્યું હતું. તેમનાં નિવેદનોથી વિશ્વભરના મુસ્લિમોની ભાવનાઓને ઠેસ પહોંચી છે.
અલકાયદાએ વધુમાં કહ્યું હતું કે અમે પયગંબરના અપમાનનો બદલો લઈશું. અમે અમારા શરીર અને અમારાં બાળકોના શરીર સાથે વિસ્ફોટકો જોડીશું, જેથી આવા લોકોને ઉડાવી શકાય. દિલ્હી, મુંબઈ, યુપી અને ગુજરાતમાં ભગવા કાર્યકરોને ખતમ કરશે. તેઓ ન તો તેમના ઘરમાં છુપાઈ શકશે કે ન તો સેના તેને બચાવી શકશે.